Skip to main content
Settings Settings for Dark

સેલવાસા મોનસૂન ફેસ્ટિવલમાં ઓફ રોડ એડવેન્ચર સ્પર્ધાનું આયોજન કરાયું

Live TV

X
  • કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં ચાલી રહેલા મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત અંતરિયાળ વિસ્તાર લુહારી ખાતે ઓફ રોડ એડવેન્ચર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાને જિલ્લા પંચાયતના સીઈઓ ડોક્ટર અપૂર્વ શર્માએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી. આ સ્પર્ધામાં 60 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં 4 મહિલા કાર રેસરો પણ હતા. આ સ્પર્ધા મોડિફાઈડ ક્લાસ અને સ્ટોક કેલાસમાં યોજાય છે. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કેરલ સહિત સ્થાનિક કાર રેસરોએ પણ ભાગ લીધો હતો અને મહેન્દ્ર થાર, ટોયેટા, ગુરખા, જીપ્સી, ઇસુજી, પજેરો કાર સાથે રોમાંચક મુકાબલો થયો હતો. તો પ્રથમ વાર આયોજિત આ સ્પર્ધાએ યુવાનોમાં ભારે આકર્ષક અને રોમાંચ પેદા કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply