Skip to main content
Settings Settings for Dark

23 ઓગસ્ટથી દેશમાં ઉત્સવનો માહોલ છે. ચંદ્રયાન 3ની સફળતાને દુનિયાએ સ્વીકારી છે: પ્રધાનમંત્રી

Live TV

X
  • આજે નવી દિલ્હીમાં G20 અંતર્ગત યોજાયેલી  બિઝનેસ-20ની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ બેઠકનો પ્રયાસ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. તેના માધ્યમથી વ્યાપાર જગતમાં કામ કરતા હિતધારકોને એક મંચ પર એકત્ર કરવામાં આવે છે. તેમણે કહ્યું કે બિઝનેસ-20 એ વૈશ્વિક વ્યાપારી સમુદાયને લગતા G-20 સંવાદ માટેનું સત્તાવાર મંચ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, B20માં આફ્રિકાના આર્થિક વિકાસને ફોકસ એરિયા તરીકે રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે પરસ્પર વિશ્વાસ પર વધુ રોકાણ કરવાની જરૂર છે. આ ખાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચંદ્રયાન-3ની સફળતા વિશે પણ બોલ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે 23 ઓગસ્ટથી દેશમાં ઉત્સવનો માહોલ છે. ચંદ્રયાન 3ની સફળતાને દુનિયાએ સ્વીકારી છે. આ પ્રસંગે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પણ હાજર રહ્યા હતા. વિદેશમંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, હવે પ્રયાસ પુનઃ વૈશ્વિકીકરણની શોધ કરવાનો છે જ્યાં માત્ર વપરાશના જ નહીં, ઉત્પાદનના અનેક કેન્દ્રો હશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply