Skip to main content
Settings Settings for Dark

સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે ઓલ ઇન્ડીયા પ્રિસાઇડીંગ ઓફિસર્સની કોન્ફરન્સ યોજાઇ

Live TV

X
  • કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનીટી ઓલ ઇન્ડીયા પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સ યોજાઇ.ત્યારે આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગુજરાતની મુલાકાત લીધી.આજે લોકતંત્ર દિવસેને દિવસે મજબૂત થઈ રહ્યું છે.બંધારણનું નિર્માણ કરનારા લોકોએ પક્ષથી ઉપર ઉઠીને બંધારણ તૈયાર કર્યું છે.આ કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સંબોધન કર્યુ.ત્યારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતુ કે આ સંમેલનમાં આપણને રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીનું માર્ગદર્શન મળવાનું છે.તો દેશની વિધાનસભાઓના અધ્યક્ષના આ 80માં સંમેલનમાં ભાગ લેવા માટે ઓમ બિરલા સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચતા હતા.ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમનું સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલે પણ ઉપસ્થિત રહ્યા હતા.અમદાવાદ એરપોર્ટથી ઓમ બિરલા સીધા ગાંધીનગર રવાના થયા હતા.ગાંધીનગર થી અમદાવાદ આવીને તેઓ રિવરફ્રન્ટથી સી પ્લેનમાં બેસી કેવડિયા જવા રવાના થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply