હરિદ્વારમાં પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિનું વિસર્જન
Live TV
-
ભાજપના દિગ્ગજ નેતાઓ રહેશે ઉપસ્થિત
આજે હરદ્વાર માં દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિનું વિસર્જન થશે. દિલ્હી માં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભૂપેન્દ્ર યાદવે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું કે અસ્થિ વિસર્જન વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, અમિત શાહ ,કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંઘ ઉપસ્થિત રહેશે. દિલ્હી માં ,20 મી એ ,સાંજે ચાર વાગે, સાર્વજનિક સર્વ દલીય પ્રાર્થના સભા નું ,આયોજન કરવામાં આવ્યું છે અને લખનૌમાં પણ પૂર્વ પ્રધાનમંત્રી ના અસ્થિ, ગોમતી નદી માં ,વિસર્જન કરવા માં આવશે. ત્યારબાદ દેશના તમામ રાજ્યો ની રાજધાનીમાં બાદ માં જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ પંચાયત કક્ષાએ પ્રાર્થનાસભા તબક્કાવાર કરવા માં આવશે
