હવામાન વિભાગ: બિહારમાં કાતિલ ઠંડીને લઇને યલો એલર્ટ જાહેર, ઠંડીનો કહેર વધશે
Live TV
-
કોરોના સંકટ વચ્ચે દેશના મોટાભાગમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તરીય વિસ્તારમાં ઠંડીનો કહેર વધુ છે. રાજધાની દિલ્હીના તાપમાનમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં હજી ઠંડીનો કહેર વધી શકે છે અને જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના વિસ્તારો તથા કેરળ અને તમિલનાડુમાં વરસાદ પણ પડી શકે છે. તો બિહારમાં કાતિલ ઠંડીને લઇને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 10 ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છનું નલિયા 9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.
