Skip to main content
Settings Settings for Dark

હવે, હોસ્પિટલોમાં કોવિડની સારવાર કરાવી રહેલા દર્દીઓને મળશે આ રાહત

Live TV

X
  • હોસ્પિટલોમાં કોવિડની સારવાર કરાવી રહેલ દર્દીઓને મોટી રાહત; નાણા મંત્રાલયે તમામ હોસ્પિટલોને કોવિડ-19ની સારવાર માટે કેશલેસ વીમાની સુવિધા આપવા કર્યા નિર્દેશ; કેશલેસ વીમાની સુવિધા નહીં આપનાર હોસ્પિટલો સામે નિયમ અનુસાર થશે કાર્યવાહી

    હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરાવી રહેલા લોકો માટે મોટા રાહતનાં સમાચાર સામે આવ્યા છે..નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયુ છે કે તમામ હોસ્પિટલોને કોવિડ-19ની સારવાર માટે કેશલેસ વીમા સુરક્ષા આપવી પડશે..આ વિમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ I.R.D.A દ્વારા પહેલા જ સ્પષ્ટ કરાયુ છે..  ગુરૂવારે પીએમ વીમા નિયામક દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રીલીઝમાં હોસ્પિટલોને આ આદેશ કર્યો છે કે હોસ્પિટલોમાં કોવિડ-19 ની સારવાર માટે કેશલેસ વીમાની સુવિધા આપવી જરૂરી છે અને જે હોસ્પિટલ આદેશનુ પાલન નહી કરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે..આ વચ્ચે નાણાંમંત્રી નિર્મલા સીતારામને ટ્વીટ કરીને માહિતી આપી છે કે 20 એપ્રિલ સુધી 9 લાખથી વધુ કોરોનાના દર્દીઓને વીમાની સુવિધા આપવામાં આવી છે..જેમાં 8 હજાર 642 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે..વીમા સુવિધામાં ટેલી કન્સલટન્સી દ્વારા આપવામાં આવી રહેલી સેવાઓને પણ સમવિષ્ટ કરાઈ છે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply