RT-PCR ટેસ્ટ વધારવા તેમજ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજન મળી રહે તેવું આયોજન કરવા PMની સૂચના
Live TV
-
દેશમાં કોરોના સંક્રમણના વધતા સંકટને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સંક્રમણ ધરાવતા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, છતીસગઢ, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દિલ્હીના મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો. સાથે બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પોલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ભાગ લેતા પહેલાં પ્રધાનમંત્રીએ આંતરિક બેઠકમાં કોવિડની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. જે અંતર્ગત પ્રધાનમંત્રીએ RT-PCR ટેસ્ટ વધારવા અને હોસ્પિટલોમાં પુરતા બેડ અને ઓક્સિજન મળી રહે તે માટે આયોજન કરવા નિર્દેશ આપ્યા છે. સાથે પ્રધાનમંત્રીએ દેશમાં ઓક્સિજનની વધતી માંગને પહોંચી વળવા પ્રમુખ ઓક્સિજન નિર્માતાઓ સાથે ચર્ચા-વિચારણા હાથ ધરી હતી... દરમિયાન પ્રધાનમંત્રીએ ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા સુગમ બને તે માટે રેલ્વે અને એરફોર્સને કામગીરી સોંપવાની જાહેરાત કરી છે. ઉપરાંત આવશ્યક દવાઓની જમાખોરી અને સંગ્રહખોરી કરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરવા આદેશ આપ્યા છે.
