20 એપ્રિલ સુધી 9 લાખથી વધુ કોરોનાના દર્દીઓને વીમાની સુવિધા આપવામાં આવી છે:નાણામંત્રી
Live TV
-
હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરાવી રહેલા લોકો માટે મોટા રાહતનાં સમાચાર સામે આવ્યા છે.નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયુ છે કે તમામ હોસ્પિટલોને કોવિડ-19ની સારવાર માટે કેશલેસ વીમા સુરક્ષા આપવી પડશે.આ વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ I.R.D.A દ્વારા પહેલા જ સ્પષ્ટ કરાયુ છે. ગુરૂવારે પીએમ વીમા નિયામક દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રીલીઝમાં હોસ્પિટલોને આ આદેશ કર્યો છે કે હોસ્પિટલોમાં કોવિડ-19 ની સારવાર માટે કેશલેસ વીમાની સુવિધા આપવી જરૂરી છે અને જે હોસ્પિટલ આદેશનુ પાલન નહી કરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.આ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારામને ટ્વીટ કરીને માહિતી આપી છે કે 20 એપ્રિલ સુધી 9 લાખથી વધુ કોરોનાના દર્દીઓને વીમાની સુવિધા આપવામાં આવી છે.જેમાં 8 હજાર 642 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે.વીમા સુવિધામાં ટેલી કન્સલટન્સી દ્વારા આપવામાં આવી રહેલી સેવાઓને પણ સમવિષ્ઠ કરાઈ છે.
