હિમાચલપ્રદેશ-ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા-વરસાદ સાથે ઠંડીનો કહેર યથાવત
Live TV
-
એક તરફ રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે ઉત્તર ભારતના રાજ્યોમાં ફરીથી હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. મંગળવારે સાંજે અને બુધવારે પણ હિમાચલ પ્રદેશમાં અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે.
હિમવર્ષાની સાથે સાથે કેટલાક સ્થળો પર વરસાદ પણ વરસી રહ્યો છે, જેના પગલે ઠંડીનું જોર વધ્યું છે. ડેલહાઉસીમાં પણ ભારે હિમવર્ષાના કારણે બરફની ચાદર છવાઈ ગઈ છે અને તેના કારણે બનીખેતથી ડેલહાઉસી જનાર માર્ગ બંધ થઈ ગયો છે અને તેના પગલે નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
છેલ્લા 24 કલાકથી હિમાચલ પ્રદેશના શિમલા, ડેલહાઉસી, ખદરાલા, કેલોગ, ગોંડલામાં ભારે હિમવર્ષા થઈ રહી છે, તો ગમરૂર, ગલૂર, રામપુર, સુજનપુર, બર્થિનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
ઉત્તરાખંડના ચમૌલીમાં પણ સતત 24 કલાકથી હિમવર્ષા થઈ રહી છે.
