Skip to main content
Settings Settings for Dark

હુરિયત પ્રમુખ-અલગતાવાદી નેતા મીરવાઈઝ આજે દિલ્હીમાં NIA સમક્ષ થશે રજૂ 

Live TV

X
  • આતંકવાદી સહાય ભંડોળ કેસ સંદર્ભે જમ્મુ-કાશ્મીરના ભાગલાવાદી નેતા મિરવાઈઝ ઉમર ફારૂક આજે દિલ્હીમાં NIA સમક્ષ હાજર થયા છે. NIAની ટીમ, આતંકવાદીઓને સહાય ભંડોળમાં સંડોવણી સંદર્ભે તેમની પુછપરછ કરી રહી છે, જેના માટે મીરવાઈઝને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. 

    જોકે કાશ્મીરનાં આ ભાગલાવાદી નેતાએ પોતાની સુરક્ષાનું બહાનું બતાવીને દિલ્હી આવવાની ના પાડી દીધી હતી. મીરવાઈઝે કહ્યું હતું કે, તેઓ NIAને પુછપરછમાં સહયોગ આપવા માટે તૈયાર છે, પરંતુ પુછપરછ દિલ્હીને બદલે શ્રીનગરમાં કરવામાં આવે ,તેવી માંગ કરી હતી. 

    જ્યારે NIAએ તેમની આ માંગને ફગાવી દીધી હતી. હાલ NIAની ટીમ તેમની પુછપરછ કરી રહી છે અને આ પુછપરછમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો સામે આવવાની શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply