હ્યૂસ્ટનના મૅયર સિલ્વેસ્ટર ટર્નરે પીએમ મોદીને શહેરની ચાવી સોંપી
Live TV
-
હાઉડી મોદી કાર્યક્રમની શરુઆતમાં સાંસ્કૃતિ કાર્યક્રમો અને ગુજરાતી ગરબાની ઝલક પ્રસ્તુત કરવામાં આવી
હ્યૂસ્ટનમાં આયોજિત હાઉડી મોદી કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો પહોચ્યા હતા..ભારતીય સમય પ્રમાણે 8.30 કલાકથી કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમોથી થઈ..જેમાં અમેરિકા અને ભારતની મિત્રતા દર્શાવતા એક ધમાકેદાર ગીત પર ગ્રુપે ડાન્સ રજૂ કર્યો હતો.કભી ખાઉં સમોસા કભી બર્ગરભી ખાઉં..એવા શબ્દો સાથે ભારત અને અમેરિકા વચ્ચેના લગાવને દર્શાવવામાં આવ્યો હતો.ગુજરાતી ગરબાની રમઝટમાં લોકો ઝૂમી ઉઠ્યાં હતા. તે સિવાય ભાંગડા, ઇન્ડો વેસ્ટર્ન ફ્યૂઝન, રેપ સોંગ અને અન્ય રજૂઆતોને લોકોએ મન ભરીને માણી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર રાત્રે 9.30 વાગ્યાની આસપાસ હ્યૂસ્ટન સ્થિત NRG સ્ટેડિયમ પહોંચ્યા. ત્યાં તેઓ Howdy Modi કાર્યક્રમ હેઠળ લોકોને સંબોધિત કર્યા. અહીં જ્યારે વડાપ્રધાન મોદી પહોંચ્યા તો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.અહીં હ્યૂસ્ટનના મૅયર સિલ્વેસ્ટર ટર્નરે પીએમ મોદીને શહેરની ચાવી સોંપી. આ દરમિયાન અમેરિકન પ્રતિનિધિ ટર્નરે કહ્યું કે, ભારત અમેરિકા મુખ્ય રક્ષા ભાગીદાર તરીકે સાથે છે. અમેરિકા ભારતને એક ભરોસાપાત્ર મિત્ર તરીકે જુએ છે.તેઓએ કહ્યું કે, અમેરિકામાં રહેતાં ભારતીયોના કારણે બંને દેશોના સબંધો વધુ સારા થઈ ગયા છે. ભારતના લોકોએ અમેરિકામાં મોટું યોગદાન આપ્યું છે. ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે.