Skip to main content
Settings Settings for Dark

PMએ કહ્યુ ,કલમ 370ને ભારતે ફેરવેલ આપી, સ્ટેડિયમ તાળીઓથી ગૂંજ્યુ

Live TV

X
  • વો જો મુશ્કિલોં કા અંબાર હૈ, વહી તો મેરે હોંસલોં કી મિનાર હૈ - PM

    હાઉડી મોદી ઇવેન્ટમાં પોતાનું બહુપ્રતીક્ષિત ભાષણ આપતા પીએમ નરેન્દ્ર મોદીએ બદલાતા ભારતની તસવીર રજૂ કરી. પીએમ એ ભારત અને અમેરિકાની વચ્ચે સતત મજબૂત થઇ રહેલા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો. કાર્યક્રમની સફળતા પર ભાજપના દિગ્ગજ નેતાઓએ ટ્વીટ કરીને પીએમને અભિનંદન આપ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કેટલીય ટ્વીટને રીટ્વીટ કરી અને અમેરિકા-ભારતની વચ્ચે મજબૂત ભાગીદારીની વાત કહી..પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે આજે નવો ઇતિહાસ અને નવી કેમિસ્ટ્રી બનતા જોઇ શકીએ છીએ.NRGના આ એનર્જી ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલી સિનર્જીની સાક્ષી છે..હાઉડી મોદીનો જવાબ મોદીએ બંગાળી,ગુજરાતી,પંજાબી સહિતની ભાષામાં આપ્યો હતો.બધામાં એક જ જવાબ હતો, કે ભારતમાં બધું સારું છે..વિવિધતામાં એકતા એ આપણી વિશેષતા છે, તે ભારતની વાયબ્રન્ટ લોકતંત્રનો આધાર છે.

    પાંચ વર્ષમાં 11 કરોડ શૌચાલયનું નિર્માણ થયું - PM
    પાંચ વર્ષમાં અમે 11 કરોડ શૌચાલયનું નિર્માણ કર્યું છે.આજે રુરલ સેનિટેશન 99 ટકા પર છે.પહેલા રુરલ રોડ કનેક્ટિવીટી 55 ટકા હતી. પાંચ વર્ષમાં અમે તેને 97 ટકા સુધી લઇ ગયા.અમારા માટે જેટલું ઇઝ ઓફ ડુઇંગનું મહત્વ છે, એટલું જ ઇઝ ઓફ લિવિંગનું મહત્વ છે..જો પુરી દુનિયામાં ક્યાંય સૌથી ઓછી કિંમતમાં ડેટા ઉપલબ્ધ હોય તો તે દેશ ભારત છે.આજે ભારતમાં 1 જીબી ડેટાની કિંમત 30 સેન્ટની આસપાસ છે.એક જીબી ડેટાની વર્લ્ડ એવરેજ કિંમત તેનાથી 30 ગણી વધારે છે.આ સસ્તો ડેટા ભારતમાં ડિજીટલ ઇન્ડિયાની નવી ઓળખ બની રહ્યું છે.

    ભારતમાં ટેક્સની આંટીઘૂટીઓ દૂર કરી - PM
    એક સમય હતો જ્યારે ટેક્સ રિટર્ન ભરવો મોટો માથાનો દુખાવો હતો..માત્ર એક દિવસમાંજ 50 લાખ લોકોએ રિટર્ન ભર્યું છે.હ્યૂસ્ટનની કુલ જનસંખ્યાથી ડબલ લોકોએ એક દિવસમાં રિટર્ન ભર્યું છે.અમે જેટલું મહત્વ વેલફેરને આપ્યું છે એટલું જ ફેરવેલને આપી રહ્યા છીએ

    70 વર્ષથી પડકાર એવી કલમ 370ને ભારતે ફેરવેલ આપી - PM
    ભારત મહાત્મા ગાંધીની જન્મજયંતિના દિવસે ઓપન ડેફિકેશનને ફેરવેલ આપી દેશે..જૂના કાયદાઓને પણ ભારત ફેરવેલ આપી ચૂક્યું છે.બધા ટેક્સને ફેરવેલ આપી એક જીએસટી લાગૂ કર્યો, વન નેશન વન ટેક્સ લાગૂ કર્યો.દેશ સામે 70 વર્ષથી એક મોટો પડકાર હતો જેને અમુક દિવસ પહેલા ભારતે ફેરવેલ આપી દીધી છે..આ વિષય આર્ટિકલ 370નો છે. 370એ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારીથી વંચિત રાખ્યા.તેનો લાભ આતંકવાદ અને અલગાવવાદ વધારતી તાકાતો ઉઠાવી રહી હતી.રાજ્યસભામાં બહુમતિ નથી છતાંય બન્ને સદનોએ બહુમતથી આ નિર્ણય પાસ કર્યો છે.

    આંતકવાદ સામે નિર્ણાયક લડાઈની જરુર - PM
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે ભારત જે કરે છે તેનાથી એવા લોકોને પણ તકલીફ થઇ રહી છે જેમનાથી પોતાનો દેશ સંભાળી શકાતો નથી.આ લોકોએ ભારત પ્રત્યે નફરતને જ પોતાના રાજકારણનું કેન્દ્ર બનાવી લીધું છે.તેઓ આતંકના સમર્થક છે, અશાંતિ ફેલાવનારા છે અને આતંકને પોષણ આપે છે.તેમની ઓળખ માત્ર તમે નહિં, સમગ્ર વિશ્વ સારી રીતે જાણે છે.અમેરિકામાં 9/11 હોય કે મુંબઈમાં 26/11 હોય, તેના ષડયંત્ર કરનારા કઇ જગ્યાએ મોજૂદ છે.હવે સમય છે કે આતંકવાદ વિરુદ્ધ કે તેમને પોષણ આપનારાઓ સામે નિર્ણાયક લડાઇ લડવામાં આવે.હું ભાર દઇને કહેવા માગીશ કે આ લડાઇમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ આતંકવાદ વિરુદ્ધ ઉભા છે.

    પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કવિતા ગાયી
    પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં એક કવિતાનો પણ ઉલ્લેખ કર્યો હતો..તેમણે કહ્યુ કે વો જો મુશ્કિલોં કા અંબાર હૈ, વહી તો મેરે હોંસલો કી મિનાર હૈ.અમે પડકારોને ટાળતા નથી, ભારત પડકાર સામે બાથ ભીડે છે.અમે સમસ્યાઓના પૂર્ણ સમાધાન પર જોર આપી રહ્યા છીએ.અસંભવ જેવી તમામ વાતોને ભારત આજે સંભવ કરીને દેખાડી રહ્યું છે.
    હવે ભારતે 5 ટ્રિલીયન ડોલર ઇકોનોમિ માટે કમર કસી છે..અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્સપોર્ટ વધારવા પર ભાર આપી રહ્યા છીએ..અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચો કરવાના છીએ.અમે તાજેતરમાં જ સિંગલ બ્રાન્ડ રિટેલમાં એફડીઆઇના નિયમો સરળ કર્યા છે..કોલ માઇનિંગમાં હવે સો ટકા સુધી વિદેશી રોકાણ થઇ શકે છે..ભારતે કોર્પોરેટ ટેક્સમાં જે ભારે ઘટાડો કર્યો છે તેનાથી અમરિકાના સીઇઓ બહુ ખુશ છે..પ્રેસિડન્ટ ટ્રમ્પ આર્ટ ઓફ ડીલમાં માહિર છે અને હું તેમની પાસેથી ઘણું શીખી રહ્યો છું
    તમે સૌ વતનથી દૂર છો, પણ દેશની સરકાર તમારાથી દૂર નથી.

    ભાષણ પૂર્ણ થયા બાદ મોદી ટ્રમ્પને મળવા ગયા હતા. ત્યાંથી બન્ને નેતા હાથમાં હાથ પરોવીને સ્ટેડિયમની ફરતે ચાલીને ઉપસ્થિત સૌ કોઇનો આભાર વ્યક્ત કર્યો હતો.ત્યારબાદ મોદી ટ્રમ્પને બહાર સુધી મુકવા ગયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply