‘રચના માટે સહયોગ’ની દુરંદેશીતા આજના સમયની જરૂરીયા: PM
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહયું છે કે કોરોના વાયરસ દુનિયા માટે બહુ મોટો પડકાર છે અને તેનો સામનો કરવા માટે સંયુકત પ્રયાસોની જરૂર છે.
નવી દિલ્હીમાં ગઇકાલે સાંજે ઇકોનોમીક ટાઇમ્સ વૈશ્વિક વેપાર શિખર સંમેલનને સંબોધન કરતા શ્રી મોદીએ કહયું કે દરેક યુગ, રચના માટે સહયોગની ભાવનાને મજબુત અને સુદૃઢ કરવાના નવા પડકાર લઇને આવે છે.તેમણે કહયું કે ટકાઉ વિકાસ માટે સહયોગ કરવાની દુરદેશિતા આજના સમયની જરૂરીયાત છે અને ભવિષ્યનો આધાર પણ છે. શ્રી મોદીએ કહયું કે વિકાસ અને સુશાસન આપવુ તેમના માટે સુવિધાની બાબત નથી, પરંતુ તે તેમની સરકારનો સંકલ્પ છે.
તેમણે કહયું કે માહિતી ટેકનોલોજીના કારણે લોકતાંત્રિક રીતોનો જે રીતે વિકાસ થયો છે, તેનાથી સમાજના સૌથી નીચલા વર્ગનો અવાજ પણ સંભળાવવા લાગ્યો છે.
પ્રધાનમંત્રી એ કહયું છે કે આપણે આપણી વ્યવસ્થાની સાચી નબળાઇઓ તરફ ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે.
પ્રધાનમંત્રીએ કહયું કે જયારે તેઓ સત્તા પર આવ્યા હતા ત્યારે સમાજનો એક મોટો વર્ગ ગેસ કનેકશન, માર્ગો, પાણી, વીજળી, શૌચાલયો જેવી મુળભુત જરૂરીયાતોથી વંચિત હતા. તેમને સરકારે સામાન્ય માણસની અપેક્ષાઓને પુરી કરવાને પ્રાથમિકતા આપી છે. તેમણે કહયું કે સરકાર એક એક કરીને તમામ ક્ષેત્રોને કામ ન કરવાની પ્રવૃતિથી બહાર કાઢી રહી છે.
