Skip to main content
Settings Settings for Dark

10 ટકા અનામત બિલ લોકસભામાં પસાર, રાજ્યસભામાં 8 કલાક થશે ચર્ચા

Live TV

X
  • લોકસભામાં સામાન્ય શ્રેણીના આર્થિક રૂપથી નબળા વર્ગોને સરકારી નોકરીઓમાં સીધી ભરતી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ આપવા માટે , 10 ટકા અનામત અંગે ઐતિહાસિક બિલ પસાર કરવામાં આવ્યું હતું. વિધેયકના પક્ષમાં 323 વોટ પડ્યા હતા. જ્યારે વિપક્ષમાં ફક્ત 3 વોટ પડ્યા હતા.

    લોકસભા અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. લોકસભામાં કુલ 16 વિધેયક પાસ થયા હતા. તો રાજ્યસભામાં નાગરિક સંશોધન બિલ એટલે કે એનઆરસી બિલ અંગે ,પૂર્વોતર રાજ્યોમાં રહેલા બંધ અને હિંસા વિશે જણાવતાગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું, કે નાગરિક સંશોધન બિલ કોઇ એક રાજ્ય કે ક્ષેત્ર માટે નથી પરંતુ બાંગ્લાદેશ. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના આલ્પસંખ્યક સમુદાયને ભારતીય નાગરિકત્વ આપવામાં મદદરૂપ બનશે.

    સાથે જ ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર એનઆરસી લાગુ કરવા પ્રતિબદ્ધ છે. હાલમાં રાજ્યસભામાં સામાન્ય શ્રેણીના લોકોને અનામત માટેના બિલ પર ચર્ચા ચાલી રહી છે ,જેમાં કોંગ્રેસ સાંસદ આનંદ શર્માએ ચર્ચા દરમિયાન બિલ અંગે સવાલો ઉઠાવ્યા હતા. નોંધનીય છે કે આ બિલ પર રાજ્યસભામાં આઠ કલાક ચર્ચા ચાલશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply