15 દેશોનું રાજકીય પ્રતિનિધિમંડળ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલા વિકાસ કાર્યો અને પરિસ્થિતિ અંગે જાણવા માટે 15 દેશોના રાજકીય પ્રતિનિધિમંડળ જમ્મુ-કાશ્મીરની બે દિવસની મુલાકાતે છે.
ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ આઈ જસ્ટર સહિત 15 દેશોના ઉચ્ચ સ્તરના રાજકીય પ્રતિનિધિમંડળ કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ હટાવાયા બાદ આ પહેલી રાજકીય પ્રતિનિધિમંડળની મુલાકાત છે.
આ મંડળ રાજકીય નાગરિક સમાજના સભ્યો સાથે મુલાકાત કરશે અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અંગે પણ જાણકારી મેળવશે. ઉપરાંત કાશ્મીરની આર્થિક અને વ્યાપારિક સ્થિતિ અંગે જાણવાનો પણ આ મંડળ પ્રયત્ન કરશે.
