Skip to main content
Settings Settings for Dark

24  ફેબ્રુ.એ ટ્રમ્પ ભારતની મુલાકાતે, ગુજરાતમાં એરપોર્ટ પર થશે ભવ્યાતિભવ્ય સ્વાગત 

Live TV

X
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બે દિવસ ભારતની મુલાકાતે પહોંચી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ 36 કલાકમાં 3 રાજ્યોની મુલાકાત લેશે. સૌ પ્રથમ તેઓ અમદાવાદ આવશે ત્યારબાદ આગ્રા અને છેલ્લે તેઓ દિલ્હી જશે. 

    આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે, ઉચ્ચ મંત્રીમંડળ સ્તરની વાર્તા દરમિયાન રક્ષા, સુરક્ષા, અને વેપાર સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાની તૈયારીઓ, પુરજોશમાં ચાલી રહી છે. રોડ શોથી લઈને, રાષ્ટ્રપતિ ટ્રમ્પના રહેવાના સ્થળે યાદગાર વ્યવસ્થા કરવામાં આવી છે. 

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, વિશ્ર્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઊદગાટન કરવાના છે ત્યારે તેમના અમદાવાદ આગમનની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ  થઈ ગઈ છે. આજે પત્રકારોને સ્ટેડિયમની મુલાકાત કરાવવામાં આવી હતી તેમજ તેમને સંપૂર્ણ કાર્યક્રમની જાણકારી આપવામાં આવી હતી.

    નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો જોડાવવાના હોવાની શક્યતાથી તંત્ર માટે આ કાર્ય એક પડકાર સમાન હતુ.  કોઈપણ એંગલથી આપણે જોઈએ આ સ્ટેડિયમનો વ્યુ દરેક બાજુ થી એકસરખો જ આવે છે.

    1,10000 થી પણ વધુ બેઠકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ  સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનું છે. મોટેરા સ્ટેડિયમ ની આજુબાજુના વિસ્તારોમાં વિવિધ સુરક્ષા એજન્સીઓની ફ્લેગમાર્ચ પણ યોજાઇ હતી જેમાં તેઓએ સુરક્ષાને લઈને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply