Skip to main content
Settings Settings for Dark

29 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ, વાલીગણ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે

Live TV

X
  • 29 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ, વાલીગણ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે

    વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા અને બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે. જે સેગમેન્ટને “પરીક્ષા પે ચર્ચા” નામ આપવામાં આવ્યું છે. આ વર્ષે પણ તારીખ 29 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ, વાલીગણ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે. મંત્રાલયે કહ્યું કે, આ પ્રધાનમંત્રી સાથે વાતચીત કરવા માટે અને કાર્યક્રમમાં સહભાગી થવા માટે ઉત્સુક વિદ્યાર્થીઓનો રાષ્ટ્રવ્યાપી ઉમંગ દર્શાવે છે. પરીક્ષા પે ચર્ચાની સાતમી આવૃત્તિ સોમવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે અને લગભગ ત્રણ હજારથી વધારે સહભાગીઓ પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ કરશે. દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષકને તથા કલા ઉત્સવના વિજેતાઓને મુખ્ય કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાતના સુરેન્દ્રનગરનાં એક શિક્ષકે તેમનો ગયા વર્ષે પરીક્ષા પે ચર્ચામાં જોડાવાનો તેમનો અનુભવ શેર કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply