4 ઓગષ્ટ સુધી ખરાબ હવામાનને પગલે અમરનાથ યાત્રા સ્થગિત
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે વહીવટી તંત્રએ લીધો નિર્ણય
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે વહીવટી તંત્રએ બાબા અમરનાથ યાત્રાને 4 ઓગષ્ટ સુધી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે..ભારતીય હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે..જેથી જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાગ્ર, રામબન અને બનિહાલ વચ્ચે ભારે ભૂસ્ખલન થઈ શકે છે.જેના કારણે પથ્થરો પડવાની ઘટનાઓ બની શકે છે..આ તરફ બાલટાલ અને પહેલગામમાં પણ ભારી વરસાદના કારણે યાત્રાના માર્ગો પર ધોવાણની સમસ્યા વધી શકે છે..જેથી પરિસ્થિતિને જોતા અમરનાથ યાત્રા 4 ઓગષ્ટ સુધી સ્થિગત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે..આ દરમિયાન જમ્મુથી કોઈ પણ યાત્રાળુઓનો જથ્થો રવાના નહી થાય.
