Skip to main content
Settings Settings for Dark

5મા તબક્કાની 51 સીટો માટે આજે મતદાન, દિગ્ગજ નેતાઓએ આપ્યો વૉટ 

Live TV

X
  • 17મી લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કા માટે સાત રાજ્યોની ,51 સંસદીય બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં લગભગ આઠ કરોડ 75 લાખ મતદાતાઓ મતદાન કરશે. જે પૈકી લગભગ ચાર કરોડ 63 લાખ પુરુષ મતદારો છે. 

    ચાર કરોડ બાર લાખ મહિલા મતદાતાઓ તો બે હજાર બસો ચૌદ થર્ડ જેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 51 બેઠકો માટે 674 ઉમેદવારોનું ભાવિ આજે ઇ.વી.એમ.માં કેદ થશે. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 3 વાગ્યા સુધીમાં 49 ટકા મતદાન થયું છે.

    ઉત્તરપ્રદેશમાં 43.35 ટકા, ઝારખંડ માં 51.49 ટકા, પશ્ચિમ બંગાળમાં 61.42 ટકા અને બિહાર માં 44.08 ટકા અને જમ્મુ-કાશ્મીરમાં 12.86 ટકા મતદાન અને મધ્યપ્રદેશમા 49.30 ટકા મતદાન થયુ છે. આજે દિગ્ગજ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના નેતાઓનું ભાવિ ઈ.વી.એમ.માં સીલ થશે. તો આજે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, કર્નલ રાજ્યવર્ધન રાઠોડે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply