BPCL સહિત પાંચ સરકારી કંપનીઓમાં વિનિવેશને મંજૂરી
Live TV
-
1.2 લાખ મેટ્રિક ટન ડુંગળી આયાતને પણ મંજૂરી
બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં ઘણાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. સરકારે દિલ્હીમાં અવૈધ કોલોનીમાં રહેતા લોકોને મોટી રાહત આપી છે. લોકોને પોતાના ઘટ કે જમીનોનો માલિકીના હક આપવા માટે કારની રૂપરેખા આપનાર વિધેયકને મંજૂરી આપી છે. આ પ્રસ્તાવ રાષ્ટ્રીય રાજધાની 175 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી 1797 ચિન્હિત અવૈધ કોલોનીઓને લાગુ પડશે. જલ્દી વિધેયકને સંસદમાં રજૂ કરવામાં આવશે. આ સિવાય સરકારે વિત્તીય સંકટથી ઝઝુમી રહેલી દૂરસંચાર કંપનીઓને પણ મોટી રાહત આપી છે. આ સિવાય સરકારે ઘરેલું બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા 1.2 લાખ મેટ્રિક ટન ડુંગળી આયાત કરવાની મંજૂરી આપી દીધી છે
તો વિનિવેશની દિશામાં મોટું પગલું ભરતા સરકારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સહિત પાંચ સરકારી કંપનીઓમાં વિનિવેશની મંજૂરી આપી છે. બીપીસીએલમાં કેન્દ્રની ભાગીદારી 53.29 ટકા છે. જોકે, વિનિવેશ પ્રક્રિયામાં નુમામિગઢ રિફાઇનરીની બીપીસીએલની 61.65 ટકા ભાગીદારી સામેલ નથી. મંત્રીમંડળે નુમાલીગઢ રિફાઈનરીની ભાગીદારીને છોડીને બીપીસીએલ મેનેજમેન્ટ સોંપવાની સાથે રણનીતીક વિનિવેશને મંજૂરી આપી છે.
