BRO દ્વારા નવનિર્મિત 44 પુલનું રક્ષામંત્રી રાજનાથ સિંહે લોકાર્પણ કર્યુ
Live TV
-
બોર્ડર પર આધારભૂત ઢાંચાને વધુ મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશિલ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે સીમા સડક સંગઠન દ્વારા નિર્મિત 7 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 44 બ્રિજનું વીડિયો કોન્ફરન્સથી ઉદ્ધાટન કરી લોકોને સમર્પિત કર્યા.
બોર્ડર પર આધારભૂત ઢાંચાને વધુ મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશિલ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે સીમા સડક સંગઠન દ્વારા નિર્મિત 7 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 44 બ્રિજનું વીડિયો કોન્ફરન્સથી ઉદ્ધાટન કરી લોકોને સમર્પિત કર્યા. આ 44 પુલોમાં જમ્મુ અને કશ્મીરમાં 10, લદાખમાં 8, હિમાચલ પ્રદેશમાં 2, પંજાબમાં 4, ઉત્તરાખંડમાં 8, અરુણાચલ પ્રદેશમાં 8 અને સિક્કિમમાં 4 પુલનો સમાવેશ થાય છે. આ સાથે જ સંરક્ષણ મંત્રી તવાંગ જતા રોડ પર નેચિફુ સુરંગની આધારશિલા પણ રક્ષામંત્રીએ મુકી છે. કેન્દ્ર સરકારના આ મહત્વપૂર્ણ વિકાસ કાર્યોથી બોર્ડર વિસ્તારમાં માળખાગત સુવિધામાં વધારો થશે.
