CBI લેશે સુપ્રિમ કોર્ટના શરણે: જી.બી.એલ.નરસિંહા
Live TV
-
ભાજપના નેતા જી.બી.એલ.નરસિંહા રાવે જણાવ્યું છે ,કે, સીબીઆઈ કોર્ટના દિશા-નિર્દેશો પ્રમાણે કાર્ય કરી રહી છે, તેમજ કોઈપણ રાજ્ય સરકાર પાસે તેમને અટકાવવા કે ધરપકડનો અધિકાર નથી. આ બાબત ગેરબંધારણીય અને અલોકતાંત્રિક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમને આશા છે કે, સુપ્રીમ કોર્ટ આ ઘટનાને ધ્યાને રાખતા પશ્ચિમ બંગાળ સરકારને યોગ્ય દિશા આપશે. નહિતર કોઈપણ એજન્સી દેશમાં કામ નહીં કરી શકે. તેમજ આ બાબતે ભાજપા નેતા અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ મમતા બેનર્જી પર સીબીઆઈ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે હજારો કરોડના રોજવેલી અને શારદા કૌભાંડની તપાસ થવી જોઈએ.
