CISFની સ્થાપનાના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં PM મોદીએ કર્યું પરેડનું નિરિક્ષણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાઝિયાબાદમાં, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાદળ CISFના 50મા સ્થાપના દિવસ સમારંભમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ગાઝિયાબાદના ઇન્દિરાપુરમમાં આયોજિત કાર્યક્રમમાં CISF પરેડનું નિરિક્ષણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ વિશિષ્ટ સેવાઓ બદલ પોલીસ અને અગ્નિશમન ચંદ્રકો પણ એનાયત કર્યા હતા. શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ, પ્રધાનમંત્રીએ CISFના જવાનોને સંબોધન પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હંસરાજ આહીર, વી.કે. સિંહ, કિરણ રિજિજુ પણ ઉપસ્થિત રહ્યા હતા. CISFના ડિરેક્ટર જનરલ રાજેશ રંજને અતિથિઓનું સ્વાગત કર્યું હતું.
