Skip to main content
Settings Settings for Dark

CRPFના નવ જવાન શહિદ

Live TV

X
  • નક્સલવાદીઓએ આઈ.ઈ.ડી. વિસ્ફોટ કરીને કર્યો હુમલો.

    છત્તીસગઢના નકસલ પ્રભાવિત વિસ્તાર સુકમામાં, આજે માઓવાદીઓના હુમલામાં સી.આર.પી.એફ.ના નવ જવાન શહીદ થયા હતા. બે ઈજાગ્રસ્ત જવાન સારવાર હેઠળ છે. નક્સલવાદીઓએ, એન્ટી લેન્ડમાઈન વ્હીકલને નિશાન બનાવ્યું હતું. નક્સલવાદીઓએ આઈ.ઈ.ડી. વિસ્ફોટ કરીને આ હુમલો કર્યો હતો. વિસ્ફોટ પછી સુરક્ષા દળો અને નકસલવાદીઓ વચ્ચે આમને-સામને જોરદાર ગોળીબાર થયો હતો. અથડામણમાં નક્સલવાદી માર્યા ગયા હોય તેવી સંભાવના પણ જોવાઈ રહી છે. ભાગી છુટેલા નક્સલવાદીઓને ઝડપવા શોધ અભિયાન ચાલી રહ્યું છે. ગૃહમંત્રી રાજનાથસિંહે પણ ટ્વિટ કરીને, સુકમા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો તરફ સંવેદના જાહેર કરી હતી. ગૃહમંત્રીએ સી.આર.પી.એફ.ના ડીજી સાથે વાતચીત કરીને, તેમને છત્તીસગઢ માટે રવાના થવા સુચના પણ આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply