CRPFનો 80મો સ્થાપના દિન, NSA અજીત દોભાલે CRPF જવાનોની પરેડ નિહાળી
Live TV
-
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે આજે ગુડગાંવમાં સી.આર.પી.એફ. જવાનોની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે દોભાલે જવાનોને સરહદની સુરક્ષા માટે ખડે પગે તૈનાત રહેવા બદલ અભિનંદન પાઠવી વિવિધ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા.
અજીત દોભાલે પુલવામામાં તાજેતરમાં થયેલા હુમલા અંગે જણાવ્યું હતું કે, પુલવામામાં થયેલા આતંકી હુમલાને દેશ ક્યારેય ભૂલ્યો નથી અને ભૂલશે નહીં. પુલવામામાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું હતું કે, દેશ આ જવાનોના બલિદાનને ક્યારેય ભૂલશે નહીં.
