DRDO ની નવી દવા 2-DGનો પહેલો જથ્થો આજે દર્દીઓ માટે આપવામાં આવશે
Live TV
-
કોરોના મહામારી સામે ચાલી રહેલી લડતમાં ખૂબ જ મહત્વની માનવામાં આવતી DRDO ની નવી દવા 2 ડીજીનો પહેલો જથ્થો આજે દર્દીઓ માટે આપવામાં આવશે. રક્ષામંત્રી રાજનાથસિંહ 2-ડીજી દવાને દર્દીઓ માટે ખુલ્લી મુકશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ હાજર રહેશે
કોરોના મહામારી સામે ચાલી રહેલી લડતમાં ખૂબ જ મહત્વની માનવામાં આવતી DRDO ની નવી દવા 2 ડીજીનો પહેલો જથ્થો આજે દર્દીઓ માટે આપવામાં આવશે. રક્ષામંત્રી રાજનાથસિંહ 2-ડીજી દવાને દર્દીઓ માટે ખુલ્લી મુકશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ હાજર રહેશે કોરોના સંક્રમીત દર્દીઓ માટે આ દવા ખુબજ મદદરૂપ જોવા મળી છે. એટલુ જ નહીં આ દવાથી દર્દીઓ વહેલા સ્વસ્થ પણ થઈ રહ્યા છે. આ દવા પાવડરનાં સ્વરૂપે છે જેને પાણીમાં ઓગાળીને લઈ શકાય છે. ઓષધ નિયમન તંત્ર એટલે DCGI એ આ 2-ડીજી દવાના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. DRDO નું કહેવુ છે કે આ દવા કોરોનાથી મધ્યમ અને ગંભીર રૂપે સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આપવામાં આવી શકે છે. DRDO નાં વેજ્ઞાનિકોનું કહેવુ છે કે આ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઝડપથી સાજા થવામાં મદદ કરવાની સાથે વધુ પડતી ઓક્સિજનની નિર્ભરતાને પણ ધટાડે છે. જેની પુષ્ટી દવાનાં ત્રીજા તબક્કાનાં ટ્રાયલમાં થઈ છે..આ ટ્રાયલનાં સારા પરિણામો મળ્યા છે.
