G-20 ની સફળ બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ પરત ફર્યા
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ અર્જેન્ટીનાની યાત્રા પૂર્ણ કરતા પહેલા વિશ્વના કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંમેલનમાં જાહેરાત કરી હતી કે, 2022માં જી-ટ્વેન્ટી શિખર સંમેલનનું ભારત યજમાન પદ સંભાળશે.
અર્જેન્ટીનામાં આયોજીત જી-ટ્વેન્ટીની સફળ બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ પરત ફર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ અર્જેન્ટીનાની યાત્રા પૂર્ણ કરતા પહેલા વિશ્વના કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંમેલનમાં જાહેરાત કરી હતી કે, 2022માં જી-ટ્વેન્ટી શિખર સંમેલનનું ભારત યજમાન પદ સંભાળશે. 2022માં દેશની આઝાદીના 75 વર્ષ પણ પૂરા થઈ રહ્યા છે. આ સિવાય શિખર સંમેલનમાં ભારતે રાષ્ટ્રીય સંગઠનોમાં સુધારની વાત કહી હતી. સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ મોરીસીયો મેક્રીની પણ મુલાકાત કરી હતી અને તેમને ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.
