G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસાકા પહોંચ્યા
Live TV
-
જાપાનમાં 28 અને 29 જૂન દરમિયાન યોજાનારા G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસાકા પહોંચી ગયા છે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી ફ્રાંસ, જાપાન, ઈન્ડોનેશિયા, અમેરિકા અને તૂર્કી સહિત અનેક દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય મુલાકાત અને વાતચીત કરશે.
જાપાનમાં 28 અને 29 જૂન દરમિયાન યોજાનારા G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસાકા પહોંચી ગયા છે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી ફ્રાંસ, જાપાન, ઈન્ડોનેશિયા, અમેરિકા અને તૂર્કી સહિત અનેક દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય મુલાકાત અને વાતચીત કરશે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોનાં બનેલા સંગઠન બ્રિક્સમાં પીએમ મોદી આ દેશોના નેતાઓ સાથે ખાસ બેઠક યોજશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ,સહિત વિશ્વના અનેક નેતાઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન વેપાર, સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. જી ટ્વેન્ટીના મંચ પર ભારત આતંકવાદ, ઉર્જા સુરક્ષા, પર્યાવરણમાં બહુપક્ષીય સુધાર અને ભાગેડું ઉદ્યોગપતિઓની વાપસી અને કાળાનાણા જેવા વિષયો ઉઠાવી શકે છે. મહત્વપૂર્ણ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતાં
