G20 શિખર સંમેલન - બીજા દિવસે સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો પર ભાર
Live TV
-
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કાએ મહિલાઓ પર થતા અત્ચાચાર પર યોગ્ય પગલા ભરવા માટે કરી અપીલ
જાપાનના ઓસાકામાં યોજાયેલા G20 શિખર સંમેલનના આજે બીજા દિવસે વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ રહી છે. આજની બેઠકમાં સ્ત્રી સશક્તિકરણના મુદ્દા પર ચર્ચાઓ તથા મહત્વ આપવામાં આવ્યું હતું. વિશ્વભરના નેતાઓએ સ્ત્રીઓને તમામ રીતે આગળ વધારવા માટે એક સાથે તૈયારી બતાવી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કાએ સ્ત્રીઓ પર હજુ પણ થઈ રહેલા અત્યાચારો વિશે વાત કરી તેમના માટે યોગ્ય કરવા વિશ્વના તમામ નેતાઓને આહવાન કર્યું હતું
