GSTના 2 વર્ષ પૂર્ણ, GSTમાં સરકાર આજે નવા સુધારાને કરશે રજૂ
Live TV
-
જીએસટી અમલકરણની બીજી વાર્ષિક તીથિએ આજે સરકાર આ અપ્રત્યક્ષ કર વ્યવસ્થામાં કેટલાંક વધુ સુધારા કરી શકે છે. આ સુધારામાં નવી રીટર્ન વ્યવસ્થા તેમજ રીફંડ વ્યવસ્થાનો પણ સમાવેશ થશે.
નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, નાણાંકીય અને કોર્પોરેટ બાબતના રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર આ પ્રસંગે વિવિધ વિભાગોના સચિવ અને અધિકારીઓ સાથે આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. મંત્રાલયે કહ્યું કે, પહેલી જુલાઈ 2019થી પરીક્ષણ માટે નવી રીટર્ન પ્રણાલી શરૂ કરાશે.
પહેલી ઓક્ટોબરથી તે પ્રણાલી ફરજિયાતપણે અમલી બનશે. નાના કરદાતા માટે નાના અને સરળ રીટર્નની દરખાસ્ત છે. તમામ રીફંડની ચૂકવણી માટે એક નવી પ્રણાલી ઊભી કરવાની પણ દરખાસ્ત છે.
