Skip to main content
Settings Settings for Dark

NEET પેપરલીક મામલો: પટણામાં CBI ની ટીમ પર ગામલોકોએ હુમલો કર્યો, ચારની ધરપકડ

Live TV

X
  • દેશભરમાં ગાજી રહેલા NEET પેપરલીક મામલે સરકારે સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી દેતા આ મામલે સીબીઆઈએ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. સીબીઆઈએ બે ટીમ બનાવી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી, જે પૈકી બિહારના પટણામાં તપાસ માટે ગયેલી ટીમ પર ગામલોકોએ હુમલો કરતા આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધી ચાર લોકોની ધરપકડ કરાઈ છે. 

    NEET પેપરલીક મામલે સરકાર ગંભીરતાપૂર્વક કડકાઈથી આગળ વધી રહી છે, જેના ભાગરુપે આજે સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી હતી. તપાસ મળતાની સાથે જ સીબીઆઈએ આ મુદ્દે ફરિયાદન નોંધી સમગ્ર મામલાની તપાસ માટે બે ટીમની રચના કરી હતી. જે પૈકી એક ટીમ બિહારના પટણા માટે અને બીજી ટીમ ગુજરાતના ગોધરા ખાતે તપાસ માટે રવાના થઈ હતી. બિહારના પટણા ખાતે ગયેલી સીબીઆઈની ટીમના અધિકારીઓને ગામ લોકોએ નકલી અધિકારીઓ સમજી લીધા હતા અને તેમની સાથે મારપીટ કરી હતી. જેના પગલે પોલીસ દોડી આવી હતી અને પોલીસે આ અંગે ફરિયાદ નોંધી એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી તેમને જેલહવાલે કર્યા છે. 

    જોકે પટણા ખાતે તપાસ દરમિયાન સીબીઆઈના અધિકારીઓએ બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. સમગ્ર મામલે 150થી 200 અજાણ્યા લોકો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply