NPRમાં નહીં બતાવવું પડે કોઈ દસ્તાવેજ
Live TV
-
કોઈ દસ્તાવેજ કે બાયોમેટ્રીક દસ્તાવેજ નહીં લેવાય
ગૃહમંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે NPR અપડેટ કરતા સમયે આધારનંબર, મોબાઇલ નંબર , ડ્રાઇવીંગ લાઇસન્સ, અને વોટર આઇડી કાર્ડ અંગે જાણકારી માંગવામાં આવી શકે છે.. જો કે તે માટે દસ્તાવેજ માંગવામાં આવશે નહી. NPR અપડેટ કરતા સમયે નાગરિક પાસેથી કોઇ દસ્તાવેજ કે બાયોમેટ્રીક દસ્તાવેજ લેવાશે નહી. સુત્રોએ જણાવ્યું છે કે NPRને માત્ર અપડેટ કરવામાં આવી રહ્યો છે જેમાં અગાઉથી 119 કરોડ લોકોનો ડેટાબેઝ છે. NPR અપડેટ કરવાની પ્રક્રિયા મકાનની યાદી સાથે 1 એપ્રિલ 2020થી 30 સપ્ટેમ્બર 2020 વચ્ચે પુરી કરાશે. ગૃહમંત્રાલયના સુત્રો અનુસાર રજીસ્ટર અપડેટને લઇને ગત વર્ષે જાહેરનામુ બહાર પડાયું હતું. જેથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશે બીજી વાર જાહેરનામુ બહાર પાડ્યું છે. જનગણતરી અનુસાર NPR માટે પ્રી ટેસ્ટ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં થયું હતું જેમાં કોઇ પ્રકારની ફરિયાદ કે મુશ્કેલી આવી નથી. પ્રથમ વાર NPR વર્ષ 2010માં તૈયાર કરવામાં આવ્યું હતું અને તેને વર્ષ 2014 માં અપડેટ કરાયું હતું.
