PMએ પંચાયતો સાથે વીડિયો કોન્ફરન્સથી કર્યો સંવાદ, મોબાઈલ એપ પણ કરી લૉન્ચ
Live TV
-
આજે રાષ્ટ્રીય પંચાયતી દિવસ છે. દર વર્ષે 24 એપ્રિલને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
સામાન્ય રીતે પંચાયતી રાજ દિવસ વ્યાપક સ્તરે એક ભવ્ય રીતે મનાવવાની પરંપરા રહી છે, પરંતુ આ વખતે દેશમાં કોરોના વાઈરસના કારણે લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે આ દિવસને ડિજીટલરૂપથી મનાવવાનો નિર્ણય કરાયો છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરની પંચાયતોની સાથે વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી આ પ્રસંગે ઈ- ગ્રામ સ્વરાજ પોર્ટલ અને મોબાઈલ એપ પણ લોન્ચ કરી હતી. આ પોર્ટલ પંચાયતી રાજ મંત્રાલયની એક નવી પહેલ છે. નોંધનીય છે કે, દેશમાં લોકડાઉનનાં કારણે સોશિયલ ડિસન્ટન્સિંગનું પાલન કરતાં પ્રધાનમંત્રી પ્રતિવાદીઓ સાથે વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી રૂબરૂ થયા હતા.
