PM નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના PM શેખ હસીના સાથે સંયુક્તપણે બે યોજનાઓનો શિલાન્યાસ કર્યો
Live TV
-
ભારત- બાંગ્લાદેશ વચ્ચે બનનારી 129 કિલોમીટર લાંબી પેટ્રોલિયમ પાઈપલાઈનનો શિલાન્યાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે સંયુક્તપણે બે યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. વીડિયો કોન્ફરન્સિંગની મદદથી બંને નેતાઓએ ભારત- બાંગ્લાદેશ વચ્ચે બનનારી 129 કિલોમીટર લાંબી પેટ્રોલિયમ પાઈપલાઈનનો શિલાન્યાસ કર્યો હતો. સિલીગુડીથી બાંગ્લાદેશના પાર્વતીપુર વચ્ચે બનનારી આ પાઈપલાઈનની કામગીરી 30 મહિનામાં પૂરી થવાની આશા છે. રૂપિયા 346 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. બંને પ્રધાનમંત્રીએ સંયુક્તપણે ઢાકા- ટોંગી સેકશન પર ,ત્રીજી અને ચોથી લાઈન અને ટોંગી તેમજ જયદેવપુર વચ્ચે ડબલ લાઈન બિછાવવાના પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે બંને દેશોના સંબંધો એક પરિવાર જેવા હોવાનું જણાવ્યું હતું
