PM નરેન્દ્ર મોદીએ ભારત- યુરોપીય સંઘના નેતાઓની બેઠકમાં ભાગ લીધો
Live TV
-
ભારત અને યુરોપીય સંઘે વિશ્વ વેપાર સંગઠનના મુદા વિનિયાત્મક સહયોગ બજારમાં પહોંચવા સહિતના મુદે જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુરોપીયન પરિષદના ચોલ મિશેલના નિમંત્રણ પર ગઇકાલે ભારત - યુરોપીય સંઘના નેતાઓની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં ભારત અને યુરોપીય સંઘ વચ્ચે સંતુલીત અને વ્યાપક મુકત વેપાર અને રોકાણ સમજુતી અંગે વાતચીત ફરીથી શરૂ કરવા અંગે સંમતી સધાઈ હતી. ભારત અને યુરોપીય સંઘે વિશ્વ વેપાર સંગઠનના મુદા વિનિયાત્મક સહયોગ બજારમાં પહોંચવા સહિતના મુદે જાહેરાત કરી હતી.
બેઠકમાં નેતાઓએ મહત્વાકાંક્ષી અને વ્યાપક સમર્થક ભાગીદારી શરૂ કરી છે જે ડિજીટલ, ઉર્જા, અને પરિવહન વચ્ચે સંપર્ક બનાવવા પર કેન્દ્રીત છે. આ ભાગીદારી, સામાજીક, આર્થિક, રાજકોષીય, અને જળવાયુ, પર્યાવરણમાં સ્થિરતા તથા આંતરરાષ્ટ્રીય કાયદાની પ્રતિબધ્ધતાના સિધ્ધાંતો ઉપર આધારીત છે. સાથે તે હિન્દ પ્રશાંત સહિત ત્રીજા દેશમાં સંપર્ક માટે નવા સહયોગને ઉત્તેજન આપશે. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચુઅલ રીતે 27 દેશના નેતાઓ સાથે યુરોપીય પરિષદ અને યુરોપીય સંઘના અધ્યક્ષ સાથે બેઠકમાં સામેલ થયા હતાં.
