PM નરેન્દ્ર મોદી અને ફિનલેન્ડના પ્રધાનમંત્રી સના મારિન વચ્ચે વર્ચ્યૂઅલ સંમેલન સંવાદ યોજાયો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ફિનલેન્ડના પ્રધાનમંત્રી સના મારિન વચ્ચે વર્ચ્યૂઅલ સંમેલન આયોજિત થયું હતું. આ પ્રસંગે ફિનલેન્ડના પ્રધાનમંત્રી સના મારિને કોવિડ રસીકરણ અભિયાનમાં ભારતના યોગદાનની પ્રશંસા કરી હતી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ટેકનોલોજી, સંશોધન, ક્લિન એનર્જી, પર્યાવરણ તથા શિક્ષણના મુદ્દે બંને દેશો વચ્ચે મજબૂત સહયોગ છે. તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે ભારતે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ જેવા ઇનિશિયેટિવ પણ લીધા છે. પ્રધાનમંત્રીએ એ વાત પર ખુશી વ્યક્ત કરી કે ભારત અને ફીન્લેન્ડે ICT, મોબાઈલ ટેકનોલોજી અને ડીજીટલ શિક્ષણના ક્ષેત્રમાં નવી ભાગીદારી કરવાની જાહેરાત કરી છે.
