PM નરેન્દ્ર મોદી આજથી ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરના પ્રવાસે
Live TV
-
પ્રધાનમંત્રી મોદીનો ઇન્ડોનેશિયાનો આ પ્રથમ પ્રવાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇન્ડોનેશિયા મલેશિયા અને સિંગાપોરના પ્રવાસ માટે રવાના થશે. પાંચ દિવસની યાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત સાથેના દ્રીપક્ષિય સંબંધો વિષે વાતચીત કરશે. નોંધનિય છે કે પ્રધાનમંત્રી મોદીનો ઇન્ડોનેશિયાનો આ પ્રથમ પ્રવાસ છે. જકાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ વિટોડુની દ્રીપક્ષીય વાતચીત સિવાય પણ અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસના બીજા પડાવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મલેશિયા પહોંચશે જ્યાં તેઓ મલેશિયાના નવ નિયુક્ત પ્રધાનમંત્રી , મહાતિ મોહમદ સાથે મુલાકાત કરશે. સિંગાપોર યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી સિંગાપોરના ટોપ 20 સીઇઓ સાથે ભારત દેશમાં રોકાણની સંભાવના પર પણ વાતચીત કરશે.
