Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી આજે કાનપુરમાં રાષ્ટ્રીય ગંગા પરિષદની પ્રથમ બેઠકમાં વિવિધ મુદ્દાઓની કરશે સમીક્ષા

Live TV

X
  • ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટિમાં 'નમામી ગંગે' કાર્યક્રમ સંબધિત એક પ્રદર્શનનું કરશે નિરીક્ષણ

    ઉત્તરપ્રદેશના કાનપુરમાં આજે રાષ્ટ્રીય ગંગા પરિષદની મહત્વની બેઠક યોજાશે. શહેરની ચંદ્રશેખર આઝાદ કૃષિ અને પ્રોદ્યોગીકી યુનિવર્સિટીમાં યોજાનાર આ બેઠકમાં, પરિષદના અધ્યક્ષ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામેલ થશે. આ બેઠકમાં ગંગા સંબંધીત કામો માટે પાંચ રાજ્યોના મુખ્યમંત્રી કે તેમના પ્રતિનિધિ સામેલ થશે. આ ઉપરાંત રાષ્ટ્રીય ગંગા પરિષદના એક સભ્ય અને સંબંધીત મંત્રાલયના લગભગ 10 મંત્રીઓ જેમાં પર્યાવરણ, જળશક્તિ અને કૃષિમંત્રી પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટીમાં એક પ્રદર્શનનું અવલોકન કરશે, જેમાં નમામી ગંગે કાર્યક્રમ દર્શાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી, કાનપુર બેરેજ સ્થિત અટલઘાટ જશે, જે માટે અટલ ઘાટને સુશોભીત કરાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply