PM નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે, વિવિધ યોજનાનું કરશે લોકાર્પણ
Live TV
-
IRCTC ની મહાકાલ એકસપ્રેસ ટ્રેનનો કરાશે પ્રારંભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની એક દિવસીય મુલાકાત લેશે. જેમા તેઓ 30થી વધુ યોજના રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી, IRCTC ની મહાકાલ એકસપ્રેસ ટ્રેનને રવાના કરશે. આ ટ્રેન ત્રણ જયોતિલીંગ સ્થળ વારાણસી, ઉજજૈન અને ઓમકારેશ્વરને જોડશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્મારક કેન્દ્ર રાષ્ટ્રને અર્પણ કરશે. આ જ કાર્યક્રમમાં તેઓ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની-63 ફૂટની પાંચ મેટલની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. તે દેશની પંડિત દીનદયાળ ઉપાધ્યાયની સૌથી મોટી પ્રતિમા છે. 200 થી વધુ કારીગરોએ એક વર્ષ સુધી રાત-દિવસ કામ કરીને આ પ્રતિમાને પૂર્ણ કરી છે.
