PM મોદીએ આજે સંસદમાં ઉચ્ચ સ્તરીય મંત્રીમંડળની બેઠક બોલાવી
Live TV
-
આ બેઠકમાં પીએમ મોદી કેન્દ્ર સરકારની ફ્લેગશીપ પરિયોજનાઓની પ્રગતિ તથા આ વર્ષે સરકારના એજન્ડાની સમીક્ષા કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં ઉચ્ચ સ્તરીય મંત્રીમંડળની બેઠક બોલાવી છે. આ બેઠકમાં પીએમ મોદી કેન્દ્ર સરકારની ફ્લેગશીપ પરિયોજનાઓની પ્રગતિ તથા આ વર્ષે સરકારના એજન્ડાની સમીક્ષા કરશે.
સંસદ ભવનમાં યોજાનારી આ બેઠકમાં તમામ કેન્દ્રીય મંત્રીઓને હાજર રહેવા સૂચના અપાઈ છે. સૂચના તથા પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન રાઠોડ પણ પોતાનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે.
બેઠકનો મુખ્ય એજન્ડા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી યોજનાઓનો લાભ સામાન્ય વ્યક્તિને કેટલો થયો કેન્દ્રીય મંત્રીઓએ મીડિયા સમક્ષ કેટલાં સંવાદદાતા સંમેલન યોજ્યા ,સરકારી અધિકારીઓએ, ગ્રામીણ વિસ્તારોમાં કયા પ્રકારના વિકાસલક્ષી કાર્યો કર્યા તે જાણવાનો છે. આ ઉપરાંત ભાજપના નેતાઓ દ્વારા સંપર્ક અભિયાન અંગે સમીક્ષા કરવામાં આવશે.
