PM મોદી આજે જળવાયુ પરિવર્તન પર આયોજીત શિખર સંમેલનમાં ભાગ લેશે
Live TV
-
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના નિમંત્રણ પર પીએમ મોદી આ શિખર સંમેલનમાં વર્ચુઅલ માધ્યમથી જોડાશે અને ક્લાઈમેટ ચેન્જ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી જળવાયુ પરિવર્તન પર આયોજીત શિખર સંમેલનમાં ભાગ લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના નિમંત્રણ પર પીએમ મોદી ભાગ લેશે. આજથી શરુ થનાર શિખર સંમેલનમાં વિશ્વના 40 દેશના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. વર્ચુઅલ માધ્યમ દ્વારા આ શિખર સંમેલન બે દિવસ ચાલશે. પીએમ મોદી 'અવર ક્લેક્ટિવ સ્પ્રિંટ 2030'ના સત્રમાં પોતાના વિચાર મુકશે. સંમેલન દરમિયાન નેતાઓ જળવાયુ પરિવર્તન, જળવાયુ શમન અને અનુકુલન, પ્રકૃતિ આધારિત સમાધાન, જળવાયુ સુરક્ષાની સાથે સ્વચ્છ ઉર્જા અંગે ચર્ચા-વિચારણા કરશે.
