PM મોદી UPના ગોરખપુર સ્થિત ‘ચૌરી-ચોરા’ ઘટનાના શતાબ્દી ઉજવણીનું ઉદઘાટન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ઉત્તરપ્રદેશના ગોરખપુર સ્થિત ચૌરી-ચૌરા ઘટનાના શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી ચૌરી-ચૌરા ઘટના સંદર્ભે ટપાલ ટિકિટ પણ જારી કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ઉત્તરપ્રદેશના ગોરખપુર સ્થિત ચૌરી-ચૌરા ઘટનાના શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી ચૌરી-ચૌરા ઘટના સંદર્ભે ટપાલ ટિકિટ પણ જારી કરશે. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના તમામ 75 જિલ્લામાં વિશેષ કાર્યક્રમો યોજવામાં આવશે જે આગામી એક વર્ષ સુધી ચાલશે. કાર્યક્રમમા માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ ભાગ લેશે. પોલીસ બેન્ડ, શૈક્ષણિક સંસ્થાઓ, શહીદ સ્મારકો અને અન્ય સ્થળોએ રાષ્ટ્રીય ધૂન વગાડવામા આવશે...