Skip to main content
Settings Settings for Dark

PNB કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં કરાઈ ધરપકડ 

Live TV

X
  • પંજાબ નેશનલ બૅન્કના 13 હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ.લંડનની વેસ્ટ મિંસ્ટર ન્યાયાલયે તાજેતરમાં જ જાહેર કર્યું હતું નીરવ મોદી સામે ધરપકડનું વૉરન્ટ.

    કરોડો રૂપિયાના કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. બ્રિટનની વેસ્ટમિંસ્ટર કોર્ટ દ્વારા નીરવ મોદી સામે ધરપકડનો વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યો હતો. આ વોરંટને પગલે લંડનની પોલીસે કૌભાંડી નીરવ મોદીની ધરપકડ કરી હતી.મહત્વનું છે કે, પીએનબીમાં રૂપિયા 13 હજાર કરોડથી વધુનું કૌભાંડ કરીને નીરવ મોદી ભારતથી લંડન ફરાર થઈ ગયો હતો. 

    ભારત સરકાર દ્વારા ઈન્ટરપોલની મદદથી તેની સામે રેડકોર્નર નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી. બ્રિટનની વેસ્ટમિંસ્ટર કોર્ટે આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને તેની ધરપકડના આદેશ આપ્યા હતા.ત્યારે હવે થોડીવારમાં કૌભાંડી નીરવ મોદીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply