PNB ગોટાળો - ડાયમંડના વેપારી નીરવ મોદી સામે ઈડીએ દાખલ કર્યો કેસ
Live TV
-
નીરવ મોદી ફાયરસ્ટાર ડાયમંડના સંસ્થાપક છે અને તેમના ગ્રાહકોમાં વિશ્વના મોટા બિઝનેસમેનથી લઇ સેલિબ્રિટી અને રાજ ઘરાનાના લોકો સામેલ છે.
એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ દ્વારા પંજાબ નેશનલ બેંકમાં થયેલ કરોડોના ગોટાળા મામલે નીરવ મોદી અને અન્યો સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દાખલ કર્યો..સીબીઆઈએ ફેબ્રુઆરીના પ્રારંભમાં દાખલ કરેલા કેસ બાદ ઈડીએ પણ કાર્યવાહી કરી છે..મુંબઈઃ પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્થિત એક બ્રાંચમાં કરોડો રૂપિયાના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હોવાની માહિતી સામે આવી છે. આ મામલે પીએનબીએ ગુજરાતી અબજપતિ જ્વેલરી ડિઝાઇનર નીરવ મોદી અને એક જ્વેલરી કંપની સામે સીબીઆઈમાં ફરિયાદ કરી છે.બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જને આપેલી માહિતીમાં પંજાબ નેશનલ બેન્કે જણાવ્યું હતું કે, કેટલાક ખાતાધારકોને લાભ પહોંચાડવા માટે તેમની સંમતિ સાથે આ પ્રકારના આર્થિક વ્યવહાર કરાયા છે. આ પ્રકારના આર્થિક વ્યવહારોના આધારે અન્ય બેન્કોએ આ ખાતાધારકોને વિદેશોમાં ઋણ આપ્યાં છે. સંપત્તિની દૃષ્ટિએ દેશમાં ચોથા નંબરની બેન્ક ગણાતી પંજાબ નેશનલ બેન્કે જોકે આ કૌભાંડમાં સંડોવાયેલી વ્યક્તિઓનાં નામ જાહેર કર્યાં નથી, પરંતુ જણાવ્યું હતું કે, આ આર્થિક વ્યવહારોની જાણકારી કાયદાનો અમલ કરાવતી એજન્સીઓને કરી દેવાઈ છે. બેન્કે જણાવ્યું હતું કે, આ આર્થિક વ્યવહારોને કારણે બેન્ક પર કોઈ આર્થિક જવાબદારી આવે છે કે કેમ તેની સમીક્ષા ચાલી રહી છે. વધુ વિગતો આપ્યા વિના પંજાબ નેશનલ બેન્કે જણાવ્યું હતું કે, બેન્કમાં થયેલા આર્થિક વ્યવહારો કન્ટિજન્ટ છે અને તેના દ્વારા બેન્ક પર કોઈ આર્થિક જવાબદારી આવે છે કે કેમ તેનો નિર્ણય કાયદા અને આર્થિક વ્યવહારોની સચોટતાના આધારે કરાશે.દરમિયાન પંજાબ નેશનલ બેન્કે રૂપિયા કરોડો રૂપિયાનાં કૌભાંડ માટે બેન્કના ૧૦ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા છે. બેન્કિંગ સેક્રેટરી રાજીવકુમારે જણાવ્યું કે, આ કર્મચારીઓ પર કેટલાક પસંદગીના ખાતાધારકોને લાભ પહોંચાડવાનો આરોપ મુકાયો છે. ઉલ્લેખનીય છે કે, પીએનબીની વર્ષ ૨૦૧૭ની નેટ આવક રૂપિયા ૧,૩૨૦ કરોડ રહી હતી, તેની સામે બેન્કની એક જ શાખામાં રૂપિયા ૧૧,૩૩૦ કરોડના છદ્મ આર્થિક વ્યવહારો કરાયા છે. આ આર્થિક વ્યવહારો બેન્કની નેટ આવક કરતાં ૮ ગણા છે.