RBIએ બેંકો દ્વારા જાહેર કરાયેલ પૂર્વ-મંજૂર લોન સુવિધાના સમાવેશની જાહેરાત કરી
Live TV
-
અત્યાર સુધી, UPI સિસ્ટમ દ્વારા માત્ર ડિપોઝિટનો જ વ્યવહાર થઈ શકતો હતો.
ભારતીય રિઝર્વ બેંકે સોમવારે UPI સિસ્ટમમાં વ્યવહારો માટે બેંકો દ્વારા જાહેર કરાયેલ પૂર્વ-મંજૂર લોન સુવિધાના સમાવેશની જાહેરાત કરી હતી. અત્યાર સુધી, UPI સિસ્ટમ દ્વારા માત્ર ડિપોઝિટનો જ વ્યવહાર થઈ શકતો હતો. રિઝર્વ બેંકે 'UPI દ્વારા બેંકોમાં પૂર્વ-મંજૂર ક્રેડિટ સુવિધાના સંચાલન' પર એક પરિપત્ર જાહેર કરતા જણાવ્યું છે કે, હવે ક્રેડિટ સુવિધાને પણ UPIના દાયરામાં સામેલ કરવામાં આવી છે. UPI પર લોનની સુવિધા પણ ઉપલબ્ધ થશે, આ માટે RBIએ મંજૂર આપી છે. લોન માટે બેંકોએ ગ્રાહકો પાસેથી પરવાનગી લેવી પડશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે, ક્રોસ બોર્ડર પેમેન્ટમાં સ્થાનિક કરન્સીનો ઉપયોગ વિકાસશીલ અર્થવ્યવસ્થાઓને વૈશ્વિક આંચકાથી બચાવવામાં મદદ કરશે
