Skip to main content
Settings Settings for Dark

RBI ગવર્નર શક્તિકાંત દાસે ભારતીય નાણાકીય ક્ષેત્ર સ્થિર છે તેવી ખાતરી આપી

Live TV

X
  • આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ભારતીય નાણાકીય ક્ષેત્ર સ્થિર છે તેવી ખાતરી આપી છે. ગઇકાલે સાંજે કોચી ખાતે વાર્ષિક કેપી હોર્મિસ વ્યાખ્યાન આપતાં, શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે સિલિકોન વેલી બેંકના પતન પછી અમેરિકા ની બેંકિંગ વ્યવસ્થામાં માં ચાલી રહેલી કટોકટી વચ્ચે, ભારતનું નાણાકીય ક્ષેત્ર સ્થિર છે.

    જો કે, કટોકટી, કડક નિયમો અને દેખરેખના મહત્વને વધુ બળવતર બનાવે છે તેમ જણાવતાં શશિકાંત દાસે ઉમેર્યું કે બેંકો માટે અસ્કયામતોની સુદ્રઢ જવાબદારી અને જોખમ વ્યવસ્થાપન તથા જવાબદારીઓ અને અસ્કયામતોમાં ટકાઉ વૃદ્ધિની ખાતરી સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે આ કટોકટી ખાનગી ક્રિપ્ટોકરન્સીના નાણાકીય વ્યવસ્થા સામેના જોખમોને પણ સ્પષ્ટપણે દર્શાવે છે.

    આરબીઆઈ એ જોખમ વ્યવસ્થાપન માટે તમામ જરૂરી પગલાં લીધાં હોવાની ખાતરી આપતાં ગવર્નરે બેંકોને અસ્કયામતો અને જવાબદારી એકબીજા સાથે મેળ થાય તે જોવાનું ખાસ સૂચન કર્યું છે. જેથી નાણાંકીય સ્થિરતા જળવાઈ રહે. તેમણે કહ્યું કે ભારતીય રૂપિયો અન્ય ચલણની સરખામણીએ ઘણો સ્થિર રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply