RSમાં દેવાળું અને શોધન અક્ષમતા સંહિતાનું બીજુ સંશોધન બિલ 2020 પસાર
Live TV
-
નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યુ, આ કોઈ વસુલી માટેનો નથી કાયદો -તો રાજ્યસભામાં મહામારી સંશોધન બિલ કરવામાં આવી ચર્ચા
આજે રાજ્યસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે દેવાળુ અને નાદારી સંબંધિત બીજું સંશોધન બીલ રજૂ કર્યુ હતું. જે ચર્ચા બાદ રાજ્યસભામાં પસાર થયું હતું. જેના પર ચર્ચા દરમિયાન નાણામંત્રીએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિઓ અનુસાર સરકાર અધ્યાદેશ લાવે છે.
આ બિલના માધ્યમથી સરકાર સેક્શન 7,9, અને 10ને નાબૂદ કરી રહી છે. અને આ ખરડો માં એક નવું સેક્શન 10-Aનો સમાવેશ કરી રહ્યાં છે અને આ રિકવરી કરનારો કાયદો છે અને આ કાયદા થકી વ્યવસાયને જીવંત રાખવો એ સરકારની પ્રાથમિકતા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રાજ્યસભામાં મહામારી સંશોધન ખરડો 2020 રજૂ કર્યો હતો.
