Skip to main content
Settings Settings for Dark

SC, ST એક્ટ વિદ્યેયક પ્રસ્તાવને કેબિનેટે આપી મંજૂરી, સંસદમાં રજૂ થશે 

Live TV

X
  • સરકાર આજે ઓબીસી પંચને સંવેધાનિક દરજ્જો આપવાનું વિધેયક લોકસભામાં રજૂ કરશે. સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે આ અંગે જાણકારી આપી હતી

    રાજ્યસભામાં અપરાધિક કાનૂન સુધારા વિધેયક સાથે દેવાળીયાપણું અને ધન સંશોધન વિધેયક રજૂ થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના લોકસભા સાંસદોને આજે અને આવતીકાલ માટે ત્રણ લાઇનનું વ્હીપ જારી કર્યું છે. 

    કેન્દ્રીય કેબિનેટે અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ નિયમ એટલે એસ.સી. - એસ.ટી. એક્ટની મૂળ જોગવાઈને બહાર કરવા સંબંધી વિધેયકના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.  20 માર્ચે સુપ્રિમકોર્ટે અનુસૂચિત જાતિ અને જનજાતિ કાયદાથી જોડાયેલ એક નિર્ણય કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે, એસ.સી. - એસ.ટી., એક્ટમાં તત્કાલ ધરપકડ ન કરવામાં આવે, અને જામીનને મંજૂરી આપવામાં આવે. 

    સુપ્રિમ કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ દેશભરમાં દલિતોએ આંદોલન કર્યું હતું અને આજે કેબિનેટે આ અંગે મહત્વનો નિર્ણય લીધો છે.  કેન્દ્રિય કેબિનેટના નિર્ણય બાદ કેબિનેટ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, સરકાર એસસી-એસટી, લોકોના હિતની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply