Skip to main content
Settings Settings for Dark

SPG અધિનિયમ સંશોધન બિલ સંસદમાંથી પસાર

Live TV

X
  • રાજ્યસભામાં SPG સંશોધન અધિનિયમ બિલને મંજૂરી મળવા સાથે જ આ બિલ સંસદમાંથી પસાર થઈ ગયું..બિલ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે આ પરિવાર ગાંધી પરિવાર માટે લાવવામાં નથી આવ્યું..તેમણે વધુમાં કહ્યું કે જૂના કાયદા પ્રમાણે જ ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવામાં આવી છે...

    ગૃહમંત્રીએ જોર આપતા કહ્યું કે આ એક્ટમાં પાંચમું પરિવર્તન છે અને આ બિલમાં છેલ્લા ચાર પરિવર્તન ગાંધી પરિવાર પ્રમાણે જ થયા હતા..સાથે જ તેમણે કહ્યું કે ગાંધી પરિવારને દેશને કોઈ વ્યક્તિને આપવામાં આવતી સર્વોચ્ચ સુરક્ષા આપવામાં આવી છે...

    ગૃહમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે સરકારને માત્ર ગાંધી પરિવાર નહીં, પરંતુ દેશના 130 કરોડ લોકોની સુરક્ષાની ચિંતા છે..અમિત શાહે કહ્યું કે માત્રને માત્ર પ્રધાનમંત્રીને SPG સુરક્ષા આપવામાં આવશે...

    અમિત શાહે કહ્યું કે પહેલા પણ પૂર્વ પ્રધાનમંત્રીએ ચંદ્રશેખર, વીપી સિંહ, આઈ કે ગુજરાલ, PVR નરસિમ્હા રાવ અને ડો. મનમોહન સિંહની SPG સુરક્ષા હટાવવામાં આવી ત્યારે કોઈએ વિરોધ ન કર્યો...તેમણે જોર આપતા કહ્યું કે અમે લોકતાંત્રિક વ્યવસ્થામાં માનીએ છીએ અને કાયદો તમામ માટે સમાન છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply