ગૃહરાજ્ય મંત્રીની પ્રોત્સાહક ઉપસ્થતિમાં અમદાવાદ ખાતે ' ચોથી છાત્ર સાંસદ યુથ પાર્લામેન્ટ' યોજાઈ
Live TV
-
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થતિમાં અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્મારક હોલ ખાતે 'ચોથી છાત્ર સાંસદ યુથ પાર્લામેન્ટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે યુવાઓને સંબોધન કરતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આજે અનેક એવા ક્ષેત્રો છે જેમાં યુથની ડિમાન્ડ છે. એટલા માટે આજના યુવાઓએ પોત-પોતાના ફિલ્ડમાં સૌથી બેસ્ટ પર્ફોર્મન્સ આપીને પોતાના ફિલ્ડના લીડર્સ બનવું જોઈએ. એટલું જ નહિ આજના યુથે બીજાને મદદરૂપ થવાની ભાવના રાખીને આગળ વધવું જોઈએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓની વાત કરતા ગૃહરાજ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, આજે દેશ અને રાજયના અનેક ગામડાઓમાં અને ઝૂંપડપટ્ટીઓની જગ્યાએ પાકા મકાનો બની રહ્યાં છે અને આ બધું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શકય બની રહ્યું છે. એટલું જ નહીં આયુષ્માન ભારત યોજના તેમજ ઇન્ડિયન હેલ્થ પોલિસી સેક્ટર પર આજના યુથે રિસર્ચ કરવું જોઈએ કેમ કે દેશના 12 કરોડ ફેમિલીને આયુષ્માન ભારત યોજના અંતગર્ત કેન્દ્ર સરકારે બિલ ચૂકવ્યું છે.
આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ સ્વચ્છ ભારત મિશન તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ વિશે યુવાઓને વાફેક કર્યા હતા. આ કાર્યક્રમમાં 10 શહેરની 52થી વધુ સંસ્થાના 550થી વધુ સ્ટુડન્ટસ અને યુવાઓએ ભાગ લીધો હતો.
